Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ : મધ્યમથી ભારે વરસાદ

અમરેલી, કચ્છ, જુનાગઢ, ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ : કેશોદ નજીક વિજળી પડતા એકનું મોત : ૨૦ તાલુકાઓમાં વરસાદ : હાલમાં વરસાદી માહોલ રહેવા માટેની શક્યતા : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

અમદાવાદ, તા. ૬   : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી ગયો છે. સાથે સાથે વરસાદ માટેની આગાહી પણ કરવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, હજુ વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ પડ્યો છે જેમાં અમરેલી, દાહોદ, લીંબડી, જાલોદ, ગરબાડા, સાબરકાંઠા, કચ્છના ભુજ, બોટાદ, ડેડિયાપાડા, રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. આ તમામ પંથકોમાં વરસાદ ઉપરાંત જુનાગઢમાં પણ તોફાની પવન સાથે વરસાદ થયો છે. વિજળી પડવાના બનાવમાં એકનું મોત થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦ તાલુકાઓમાં ઉલ્લેખનીયરીતે વરસાદ થઇ ગયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ પડી શકે છે. ગુજરાતમાં આ વખતે ઉલ્લેખનીય વરસાદના કારણે એકબાજુ સરકાર સંતુષ્ટ દેખાઈ રહી છે.

બીજી બાજુ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન પણ થયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નવરાત્રિ ખેલૈયાઓને ફરી એકવાર મુશ્કેલી નડી છે. નવરાત્રિના પહેલા ત્રણ નોરતા સુધી વત્તા ઓછા અંશે પોતાની હાજરી વર્તાવ્યા બાદ મેઘરાજાએ રાજયના મોટાભાગના વિસ્તારોમાંથી જાણે કે, વિરામ લીધો હતો પરંતુ ગઇકાલે સાતમા નોરતે ફરી એકવાર મેઘરાજાએ સૌરાષ્ટ્ર પંથક સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં રિ એન્ટ્રી કરતાં નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકો ફફડી ઉઠયા હતા. આજે આઠમના દિવસે પણ મેઘરાજાએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. બીજીબાજુ, આજે આઠમના દિવસે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકના ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.

          રાજકોટના લોધિકા, ખીરસરા અને  આસપાસના પંથકોમાં આજે મેઘરાજાએ જોરદાર પધરામણી કરી હતી. તો, દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી, લીમખેડા, ધાનપુર, ગરબાડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર અને તોફાની વરસાદ ત્રાટકયો હતો. આ જ પ્રમાણે,  જૂનાગઢ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જૂનાગઢના કેશોદના અજાબ ગામે વીજળી પડતાં એકનું મોત થયુ હતુ, જયારે અન્ય બે ને ઇજા પહોંચી હતી. દરમ્યાન અમરેલીના ધારીના ચલાલા, ગોપાલગ્રામ સહિતના પંથકોમાં પણ આજે ભારે વરસાદ નોંધાયો હતો. નર્મદા ડેડિયાપાડાના સામરપાડા અને તેની આસપાસના પંથકોમાં મેઘરાજાની પધરામણીથી વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી. સુરતમાં પણ સરથાણા, વરાછા, પૂણા ગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી હતી.

(9:52 pm IST)
  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST