Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અગાઉ સુરતમાં 7 વર્ષની બાળા સાથે શારીરિક છેડછાડ કરનાર નરાધમને કડક સજા આપવાની લોકોએ અપીલ કરી

સુરત:આજથી એકાદ વર્ષ પહેલા નાનપુરા વિસ્તારમાં દુકાને પેપ્સી લેવા ગયેલી ૭ વર્ષની બાળકીને ઘરમાં લઈ જઈ તેના ગુપ્તાંગ સાથે અડપલાં કરનાર ૧૪ વર્ષીય કિશોરને આજે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના અધ્યક્ષ તથા સભ્યો શ્રીમતી પ્રતિભા દેસાઈ તથા એમ. એસ. ચોકસીએ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરના વાલીને રૂ.૫ હજાર દંડ બાળ કલ્યાણ ફંડમાં જમા કરવા અને કસુર કરે તો જુવેનાઈલને ૧૫ દિવસ સ્પેશ્યલ હોમમાં રાખવા હુકમ કર્યો હતો.

નાનપુરા વિસ્તારમાં પોતાના મામાના ઘરે આવેલી ૭ વર્ષીય બાળકી તા.૨૬-૨-૧૭ના રોજ એકલી પેપ્સી લેવા દુકાને ગઈ હતી. ત્યારે દુકાનમાં હાજર ૧૪ વર્ષના કિશોરે પેપ્સી ઘરમાં છે કહીને અંદર લઇ ગયા બાદ બાળકીના કપડા કાઢી ગુપ્તાંગ સાથે અડપલા કરતા પોક્સો એક્ટની કલમ-૬, ૧૦,૧૨ મુજબ ગુનો નોંધાયો હતો. 

(6:51 pm IST)