Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સાબરકાંઠાના તલોદથી સાબરડેરી સુધી ફેકટરીમાં ટોળાનો આતંક: હથિયારથી હુમલો કરવાની ધમકી

સાબરકાંઠા:ના તલોદથી સાબરડેરી રોડ પર આવેલા ગઢોડા ગામની સીમમાં આવેલી સિરામીકગ ફેકટરીમાં ગુરુવારે મોડી રાતે ઘાતક હથિયારો સાથે ૨૦૦ લોકોનું ટોળુ ધસી આવ્યું હતું, ટોળાએ બિહારીઓને કાઢી મૂકો બુમો પાડીને હંગામો મચાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. આ બનાવની જાણ થતાં હિમતનગર પોલીસ કાફલો આવી પહોચ્યો હતો. પોલીસ લાઠીચાર્જ કરતાં પોલીસે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ૨ ટિયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરી કાઢીને ૧૯ સહિત ૨૦૦ ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સારબકાંઠામાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાને લઇને ચોક્કસ કોમના ટોળા દ્વારા પર પ્રાંતિયમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે રાત્રે ૧૧ વાગે ઘાતક હથિયારો સાથે ૨૦૦ લોકોનું ટોળું સાબરડેરીથી તલોદ રોડ પર આવેલા ગઢોડા ગામની સીમમાં આવેલી ઓરીકલ માર્બીટો સિરમીક ફેકટરીમાં ધસી આવ્યું હતું. ફેકટરીમાં પ્રવેશના પ્રયાસ કર્યો હતો એટલું જ નહી બિહારીઓને ભગાડી મૂુકોની બુમો પાડીને આતંક મચાવતાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

(6:50 pm IST)