Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઉમરેઠમાં બાઈક પર બકરીની ચોરી કરનાર શખ્સ રફુચક્કર

ઉમરેઠ:તાલુકાના જાખલા ગામના હરિજનવાસમાં ગત ૧લી તારીખના રોજ ભરબપોરના સુમારે બે પલ્સર બાઈક પર ત્રાટકેલા ચાર શખ્સો બકરી અને બકરોની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર હરિજનવાસમાં રહેતા પ્રવિણભાઈ ગીરધરભાઈ હરિજને પોતાના ઘર આગળ પશુઓ બાંધ્યા હતા. દરમ્યાન બે પલ્સર બાઈક પર આવેલા ચાર શખ્સો દોરડા કાપીને બકરી અને બકરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તેઓએ પીછો કર્યો હતો પરંતુ હાથમાં આવ્યા નહોતા જેથી ભાલેજ પોલીસને જાણકરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને તપાસ કરી હતી પરંતુ પકડાયા નહોતા. પોલીસે પલ્સર બાઈકના વર્ણનના આધારે તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે. 

 

(6:48 pm IST)