Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ ખોડેની હત્યામાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ વર્ષાની ધરપકડ

અમદાવાદઃ બાપુનગરના પોલીસ કોનસ્ટેબલ ઉમેશ ખોડે હત્યા કેસમાં પોલીસે તેની પૂર્વ ગર્લફ્રેન્ડની ધરપકડ કરી છે. 20 વર્ષીય વર્ષા રાજપૂતે તેના બોયફ્રેન્ડ રવિ ભદોરિયા સાથે કોનસ્ટેબલનું કામ તમામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પાંચ દિવસ પહેલા રખિયાલના સોનારિકા બ્લોક નજીક મોડી રાત્રે છરીના ઘા મારીને ઉમેશ ખોડેની હત્યા કરવામાં આવી હતી. જે પાછળ લવ ટ્રાયએન્ગલ હોવાનું તપાસમાંથી જાણવા મળ્યું હતું. તમામ કાવતરા પાછળ મુખ્ય આરોપી વર્ષા છે. એમ બાપુનગર પોલીસે જણાવ્યું હતું.

ઝોન-4ના ડીસીપી હિમકરસિંહે કહ્યું કે, પહેલેથી વર્ષા પર આશંકા હતી કે કાવતરામાં તેનો કંઇક રોલ હશે. મહિલા પોલીસે વર્ષાની પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત રવિ ભદોરિયા અને વર્ષા રાજપૂતના કોલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી છે. ખોડેને સોનારિકા બ્લોકમાં બોલાવતા પહેલા બંનેએ ફોન પર લાંબી ચેટ કરી હતી. ત્યાર બાદ ખોડેની હત્યા કરવામાં આવી. કેસમાં મુખ્ય ત્રણ લોકો સંડોવાયેલા છે. રવિ ભદોરિયા, ચંદ્રકાંત કેચી અને એક સગીર જેની ખોડેની હત્યા પછી ધરપકડ કરી લેવામાં આવી હતી.

વર્ષા અને પોલીસ કોનસ્ટેબલ ખોડે છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં હતા. વર્ષાની બહેનના લગ્ન ભદોરિયાની બહેન સાથે થયા બાદ, રવિ અને વર્ષા એકબીજાના સંપર્કમાં આવતા પ્રેમ સંબંધ થયો હતો. જેનો ખોડેએ વિરોધ કર્યો હતો. પછીથી બંનેએ ખોડેનું ઢીમ ઢાલી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, આરોપી રવિએ પણ મૃતક કોનસ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી. ખોડાના ભાઇ ઘનશ્યામે કરેલી ફરિયાદ અનુસાર ગત રવિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ પોલીસ ડ્રેસમાં જ્યારે તે ઘરેથી નીકળ્યો હતો ત્યારે તેને શારદાબેન હોસ્પિટલમાં ભાઇ દાખલ છે એવો કોલ આવ્યો હતો. પણ કોલ ભદોરિયાએ કર્યો હતો.

(5:42 pm IST)