Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

વ્હાલી દિકરી, જનની સુરક્ષા, ૩૩ ટકા મહિલા અનામત, સૂર્યશકિત કિસાન, સવર્ણ તીર્થ, ગાંધી મ્યુઝીયમ, સૂચિત સોસાયટીઓ રેગ્યુલાઈઝડ, સરકારી નોકરીમાં વયમર્યાદામાં છૂટછાટ, ૪૫ લાખ શૌચાલયો વગેરે ગુજરાત સરકારની ઉડીને આંખે વળગે તેવી કામગીરી

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે ૩ વર્ષ પૂર્ણ થાય છે સંવેદનશીલતાથી ભરેલી એક સફળ સફર ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે તો વિજયભાઈ રૂપાણી જ શા માટે જોઈએ?

ત્રણ વર્ષમાં રૂપાણી સરકારનાં ૧૦૧ જનહિતકારી કામકાજ તેનો જડબાતોડ જવાબ ર્છેં

૭ ઓગષ્ટ ૨૦૧૬નાં દિવસે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી વિજયભાઈ બન્યા ત્યારથી લઈ આજ સુધી અવારનવાર એવી ચર્ચાઓ થતી રહે છે કે, વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વધુ સમય નહીં રહે કે ટકે. વિજયભાઈ રૂપાણી રાજીનામુ આપશે અથવા આપવું પડશે વગેરે.. વગેરે.. પરંતુ આવા તકલાદી વિચાર કરતા પહેલા પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મૂલ્યો આધારિત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસયાત્રા વધુને વધુ સુદૃઢ બનાવનાર વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકેનાં ૧૦૧ મુખ્ય કામકાજ પર નજર નાખશો તો ખ્યાલ આવી જશે કે સાડા છ કરોડ ગુજરાતીઓની એક જ લાગણી-માંગણી મુખ્યમંત્રી તરીકે તો માત્રને માત્ર વિજયભાઈ રૂપાણી શું કામ છે? આ રહ્યો જવાબ..

વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં સૌ પ્રથમ વખત..

૧. સી.એમ ડેશબોર્ડ કાર્યરત થયું

૨. સોલાર રૂફટોફ સીસ્ટમ યોજના સફળ

૩. ડિસેલિનેશન પ્લાન્ટનું સ્થાપન

૪. ડીપસી પાઈપલાઈન પ્લાન્ટનું સ્થાપન

૫. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન થયું

ખેડૂતોની પુકાર મુખ્યમંત્રી તો પાણીદાર રૂપાણી જ જોઈએ  કૃષિમાં શું કર્યું

૬. કરવેરા અને વીજજોડાણ માફી યોજના

૭. ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ

૮. ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી

૯. ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના

૧૦. સિંચાઈથી લઈ દ્યાસચારની સવલત

૧૧. પાણી, વીજળી, ખાતર બારેમાસ

૧૨. સૂર્યશકિત કિસાન યોજના

૧૩. બે નવી વેટરનરી પોલીટેકનીક

૧૪. ૧.૫૦ કરોડ પશુઓનું રસીકરણ

૧૫. અછતગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ

૧૬. નવી કૃષિ યુનિવર્સિટી સ્થાપના-મંજૂરી

આજની પેઢીની ઈચ્છે છે મુખ્યમંત્રી તરીકે તો રૂપાણીજી જ  યુવાનો માટે અને શિક્ષણ-રોજગારીમાં શું કર્યું?

૧૭. મુખ્યમંત્રી એપ્રેન્ટીશસીપ યોજના

૧૮. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

૧૯. ૩૦ લાખથી વધુ કારખાનાઓનો વિકાસ

૨૦. બિનઅનામત આયોગની રચના

૨૧. સાયકલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ, સ્માર્ટબોર્ડ, ઈ-કલાસ, ઈ-લાયબ્રેરી સુવિધા

૨૨. જ્ઞાનકુંજ પ્રોજેકટ

૨૩. મિશન વિદ્યા અભિયાન

૨૪. નવી કોલેજ, યુનિર્સિટી મંજૂરી

૨૫. ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં ત્રણ ગણો વધારો

૨૬. દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય

૨૭. ૭૫૦થી વધુ કૌશલ્ય નિર્માણ કેન્દ્રો શરૂ થયા

૨૮. ટ્યુશન ફી સહાય

૨૯. સ્ટાર્ટ અપ ઈનોવેશન યોજના

૩૧. ઈનસ્કૂલ, શકિતસ્કૂલ યોજના

૩૨. ખેલે ગુજરાત

૩૩. વિકલાંગ શિષ્યવૃત્તિ

બહેનો, દીકરીઓને તો જોઈએ છે વિજય જેવા શ્નપ્રક્નલૃ  મહિલા માટે શું કર્યું?

૩૪. ચિરંજીવી યોજના

૩૫. પોષણક્ષમ આહાર યોજના

૩૬. દૂધ સંજીવની યોજના

૩૭. આશાવર્કર-આંગણવાડી બહેનોના વેતનમાં ૫૦ ટકાનો વધારો

૩૮. વિધવા બહેનો નાણાકીય સહાયમાં વધારો

૩૯. ૧૮૧ અભયમ યોજના

૪૦. વહાલી દીકરી યોજના

૪૧. જનની સુરક્ષા યોજના

૪૨. લગ્ન માટે નાણાકીય સહાય

૪૩. કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ, હોસ્ટેલ અને ભોજનની સુવિધા

૪૪. ૨૭૦ મહિલા અદાલતો કાર્યરત

૪૫. મહિલા રોજગાર મેળા

૪૬. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા આરક્ષણ

૪૭. સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ

૪૮. સરસ્વતી સાધના યોજના

૪૯. મહિલા સ્કોલરશીપ

દર્દીઓ અને તેમના પરિવારનાં દુઃખિયા બેલી વિજયભાઈને તો લાખ-લાખ દુવા - મુખ્યમંત્રી બની રહેજો  આરોગ્યમાં શું કર્યું?

૫૦. મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના

૫૧. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

૫૨. બોટ એમ્બ્યુલન્સ સેવા

૫૩. ઓરી-રૂબેલા રસિકરણ અભિયાન

૫૪. ૨૫૦થી ૬૪૨ પ્રકારની આરોગ્યરક્ષક દવાઓ વિનામૂલ્યે આપી

૫૫. મુખ્યમંત્રી નિદાન યોજના

૫૬. જનઔષધિ કેન્દ્ર

૫૭. મેડિકલ એજયુકેશન પોસ્ટ ગ્રેજયુએટની ૧૦૯ બેઠકો, હોમિયોપેથીકમાં ૧૭૫ બેઠકો, આયુર્વેદમાં ૫૪૦ બેઠકોનો વધારો

૫૮. અકસ્માતનાં પ્રથમ ૪૮ કલાક દરમિયાન રાજયની કોઈપણ સરકારી કે બિનસરકારી હોસ્પિટલમાં ૫૦૦૦૦ સુધીની નિઃશુલ્ક સારવાર

૫૯. ગુજરાતને રાજકોટમાં એઈમ્સ

૬૦. ની રિપ્લેસમેન્ટ, હીપ રીપ્લેસમેન્ટ માટે એક પગના ૪૦ હજાર અને બે પગના ઓપરેશન માટે ૮૦ હજારની સહાય

નરેન્દ્રભાઈ મોદીનાં મોડેલ સ્ટેટને વિજયભાઈ રૂપાણીએ તો બનાવ્યું રોલમોડેલ સ્ટેટ  ગુજરાત માટે શું કર્યું

૬૧. સુજલામ સુફલામ જળસંચય યોજના

૬૨. સૌની યોજના

૬૩. ડાયરેકટ ટ્રાન્સફર યોજના

૬૪. સ્ટેચ્યૂ ઓફ યુનિટી

૬૫. ગાંધી મ્યુઝીયમ

૬૬. ગાંધી એકિઝબિશન

૬૭. સિંહદર્શન

૬૮. ડાયનોસોર પાર્ક

૬૯. સિંહ સંરક્ષણ અને કરુણા અભિયાન યોજના

૭૦. શ્રવણ તીર્થ દર્શન યોજના

૭૧. સ્વદેશ દર્શન સ્કીમ

૭૨. ગૌહત્યા અટકાવવા કડક કાયદો

૭૩. હુક્કાબાર અને દારુબંધીનો કડક કાયદો

૭૪. દિવ્યાંગ નિગમ, યોગ આયોગની રચના

૭૫. સરકારી નોકરીઓમાં દોઢ લાખ કર્મચારીઓની ભરતી

પાયાની સુખ-સુવિધા સાથે સ્વાસ્થ્ય, સુરક્ષા, શિક્ષણ આપનારા વિજયભાઈ જેવા સંવેદનશીલ મુખ્યમંત્રી તો વર્ષોવર્ષ જોઈએ જ જોઈએ  તમારા-મારા-આપણા માટે શું કર્યું?

૭૬. શ્રમિક અન્નપૂર્ણા યોજના

૭૭. ૪૫ લાખ શૌચાલયોનું નિર્માણ

૭૮. મુખ્યમંત્રી આવાસ યોજના પાકા મકાનો બનાવ્યા

૭૯. સીસીટીવી કેમેરા નાખ્યા

૮૦. બિનખેતીની વ્યવસ્થા ઓનલાઈન કરી

૮૧. ૨૪ કલાક બજાર ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો

૮૨. પેટ્રોલ એને ડિઝલ પંપનાં પરવાનામાંથી મુકિત આપી

૮૩. બે વર્ષમાં ૩૦૦ સીએનજી શરૂ થયા

૮૪. લગ્નપ્રસંગે રાહતદરે એસટી બસની સુવિધા

૮૫. સેવા સેતુ કાર્યક્રમ

૮૬. ટેલેન્ટ પુલ યોજના

૮૭. મુખ્યમંત્રી ગ્રામ સકડ યોજના

૮૮. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

૮૯. સેફ એન્ડ સિકયોર ગુજરાત યોજના

૯૦. ૭૫ ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું

૯૧. ૩૭ ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

૯૨. બિલ્ડીંગ બાયલોજમાં સુધારો

૯૩ સૂચિત સોસાયટી અને યુએલસીની ફાજલ જમીન માટે માલિકીના હક્કો આપ્યા

(3:57 pm IST)