Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

૧૮૧ અભયમ એપ્લિકેશન : મહિલાઓને મુશ્કેલીમાં ઝડપી સુરક્ષા આપશે

         અમદાવાદ, તા. ૬: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટે અભિનવ પહેલ કરીને ૧૮૧ અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું હતું. રાજ્યમાં ક્યાં પણ કોઇ મુસિબસમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુુરી પાડવામાં આ એપ્લિકેશન મદદરુપ સાબિત થશે. આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તથા એપલ આઈઓએસ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ગૃહરાજ્યમંત્રી જાડેજા અને મહિલા બાળ વિકાસમંત્રી વિભાવરીબેન દવે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એપ્લિકેશનની વિશેષતા નીચે મુજબ છે.

¨    ૧૮૧ એપ વેબાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર આઈઓએસ પર ઉપલબ્ધ રહેશે

¨    સ્માર્ટ ફોનમાં પેનીક બટલ દબાવતા હેલ્પલાઈનની મદદ મેળવી શકાશે

¨    મોબાઇલ શેકિંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે

¨    મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઈનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નક્શામાં લેટ લોંગ સાથે મળી જશે, જેથી ટેલિફોન કાઉન્સિલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ રેસ્ક્યુકાર્ય થશે

¨    આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઈન રેસ્ક્યુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરુપ બનશે તેમજ એપ્લીકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમના સગા વ્હાલાને ત્વરિત મોકલી શકાશે જેથી મહિલાને શોધવાના સમયનો બચાવ થશે

¨    મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડિયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઈનના સેન્ટરમાં મોકલી શકશે

¨    મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો પેનીક બટન દબાવતા ઘટના સ્થળની એપ્લિકેશનના માધ્યમથી માહિતી હેલ્પલાઈનને પહોંચી જશે

¨    એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલી સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસંબંધી કે મિત્રોને ઓટોમેટિક એસએમએસથી સંદેશ મળી જશે

¨    એપ્લીકેશન થતી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઈન સેન્ટરમાં મળી જશે જેમા તેનું એક કોલનું સ્થળ, એસડીઆર ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોધાયેલ એડ્રસ, એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રસ.

(10:17 pm IST)