Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઘોઘા દહેજ ફેરી ઓક્ટો.માં શરૂ થઇ જશે : કેન્દ્રીય મંત્રી માંડવીયા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણીનો કોલ : ગયા વર્ષે વડાપ્રધાને લોકાર્પણ કર્યા બાદ ટેક્નિકલ કારણોસર બંધ કરી દેવાઈ હતી

ભાવનગર : ભાવનગર નજીકની ઘોઘા દહેજ ફેરી આગામી ઓક્ટોબર માસમાં ચાલુ થઇ જશે તેવું કેન્દ્રીય મંત્રી માંડવીયા તથા ભાજપ ગુજરાત અધ્યક્ષ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. જોકે તેઓએ ચોક્કસ તારીખ આપી ન હતી. ઘોઘા-દહેજ વચ્ચે મુસાફર અને કાર્ગો પરિવહન સાથેની રોપેક્ષ ફેરી ર્સિવસ શરૃ કરવામાં આવશે. આ વાયદા સાથે ન અટકતા તેઓએ વધુમા એમ પણ ઉમેર્યુ હતુ કે, ધોઘા-દહેજ ફેરી ર્સિવસ તો શરૃ થશે, પણ ભરૃચ-ઘોઘા વચ્ચે ફેરી ર્સિવસ શરૃ કરવા માટેની શક્યતાઓ પણ ચકાસાઈ રહી છે.

ઉલ્લેખનીય છેકે, ભારતના પી.એમ. મોદીના હસ્તે દિવાળીના દિવસોમાં ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર ફેરી ર્સિવસ શરૃ કરવા માટેનો લોકાર્પણ કાર્યક્રમ  યોજાયા બાદ વિભિન્ન ટેકનીકલ ક્ષતિઓના કારણો સાથે ઘોઘા-દહેજ ફેરી  સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.

(12:15 pm IST)