Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સુરતના મોટા વરાછામાં દુબઈથી ઓનલાઇન જુગાર રમાડતા હોવાની નેટવર્ક ઝડપી પોલીસે 6 શખ્સોને જેલ હવાલે કર્યા

સુરત: મોટા વરાછાના સુદામા ચોક સ્થિત પ્લેટીનીયમ પોઇન્ટમાં એમ્બોઇડરી કારખાનેદારની ઓફિસમાં દુબઇથી ઓનલાઇન રમતા જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી બે કારખાનેદાર સહિત છ ને ઝડપી પાડયા હતા. જયારે દુબઇથી જુગાર રમાડનાર બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.

 મોટા વરાછાના સુદામા ચોકના પ્લેટીનીયમ પોઇન્ટમાં એમ્બ્રોઇડરીના કારખાનેદાર સંજય ઉર્ફે ગોપાલ વલ્લભ જાવીયા (ઉ.વ. 35 રહે. અભિષેક રેસીડન્સી, સુદામા ચોક, મોટા વરાછા) ની ઓફિસમાં દરોડા પાડી પોલીસે તેના મિત્ર વિપુલ વલ્લભ કાઠરોટીયા (ઉ.વ. 45 રહે. ઓમ રેસીડન્સી, ખરસદ, તા. કામરેજ, જિ. સુરત) ઉપરાંત જુગાર રમવા આવનાર રત્નકલાકાર માલસુર નગભાઇ લુણી, જીગર ધીરૂભાઇ માલવીયા, જગદીશ પરસોત્તમ ગઢીયા અને જગદીશ પ્રાગજી ગોંડલીયાને ઝડપી પાડયા હતા. સંજય અને વિપુલ દુબઇમાં બેઠા બેઠા ઓનલાઇન તીનપત્તી, ફુટબોલ, કેસીનો, ડ્રેગન ફિશીંગ અને ક્રિકેટ જેવી રમત ઉપર જુગાર રમાડનાર ચિંતન પટેલ અને રમેશ જયેશભાઇ પાસેથી આઇડી-પાસવર્ડ મેળવી જુગાર રમાડતા હતા. પોલીસે રોકડ સહિત કુલ રૂ. 2.15 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે દુબઇમાં બેઠા બેઠા ઓનલાઇન જુગાર રમાડનાર ચિંતન પટેલ અને રમેશ જયેશભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(4:55 pm IST)