Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

બ્લેક ફંગસથી ગુમાવી બેઠેલા ત્રણ દર્દીઓને મળી નવી દ્રષ્ટીઃ ચહેરાને કર્યો સુંદર

વડોદરાને કદાચ ગુજરાતમાં આ પ્રકારનું પહેલુ ઓપરેશનઃ જો કે અંધાપો દુર કરવો શકય નથી

વડોદરાઃ બ્લેકફંગસ (મ્યુકરમાઇકોસીસ) ના દર્દીનો અંધાપો દુર કરવાનું શકય બનતા આંખના આકાર અને સારી માસપેસીઓને બચાવીને ચહેરાની સુંદરતા જેમની તેમ જાળવી રાખવાનું ઓપરેશન વડોદરાની ગૌત્રી હોસ્પિટલમાં કરાયું છે.

હોસ્પિટલના કાન, નાક, ગળા (ઇએનટી) વિભાગના સર્જન ડો. હિરેન સોનીએ વડોદરા અને કદાચ ગુજરાતમાં પણ આ રોગની અસરવાળા ત્રણ દર્દીઓની આંખ અને ચહેરાની વિકૃતિને રોકવા માટે માર્ગદર્શક સર્જરી કર્યાનો દાવો કર્યો છે. ડો. સોની અનુસાર, બ્લેક ફંગસથી આંખોની રોશની જતી રહી હોય તે પાછી નથી આવતી પણ આ સર્જરી દ્વારા ચહેરાની કુરૂપતાને દુર કરવાનું શકય છે. આ સર્જરીમાં એન્ડોસ્કોપીક સીસ્ટમ અને અતિ આધુનિક માઇકોડેબ્રાઇડર યંત્રની મદદથી બ્લેક ફંગસના દર્દીને આંખ અને સાજી માસપેશીઓને બચાવીને અસરગ્રસ્ત ભાગ દુર કરાય છે. સર્જરી એટલી સફાઇ અને સરીકતાથી કરાય છે કે બહારી ચહેરા પર કટ અથવા ટાકા પણ નથી દેખાતા. આ સર્જરી આંખોના સર્જન નહિ પણ ઇએનટી સર્જન દ્વારા કરવામાં આવે છે.

(3:20 pm IST)