Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મંદી, મોંઘવારી અને મહામારી સામે કાલથી કોંગ્રેસ મેદાનમાં

પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો, કોરોનામાં સરકારની નિતીઓના વિરોધ માટે ૧૭મી સુધી જનચેતના અભિયાન ચલાવાશે

રાજકોટ તા.૬ : મંદી, મોઘવારી અને મહામારી સામે હવે કાલથી કોંગ્રેસ મેદાનમાં આવી રહ્યું છે. પેટ્રોલ -ડિઝલના ભાવમાં બેફામ વધારો ખાદ્ય વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારો કોરોના મહામારી સમયે સરકારની નીતીના વિરોધમા આંદોલન ચલાવાશે.

મંદી મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત પ્રજાની વ્યથાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ૭ મીથી ૧૭ જુલાઇ સુધી જન ચેતના અભિયાન યોજાશે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ આ જાહેરાત કરતા કહ્યું કે, સરકારની ખોટી નિતીઓને કારણે લાખો લોકોના મોત થયા છે.

વિભાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, હું છોટાઉદેપુર, ભરૂચ અને અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીશ જયારે અમિતભાઇ ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ  મોઢવાડીયા સહિત કોર કમિટીના આગેવાનો સભ્યોને જુદા-જુદા જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કાલે કારોબારી બેઠક મળશે અને જુદા-જુદા વિસ્તારોમાં આગામી સમયમાં ભાજપ સરકાર સામે આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કઢાશે.

બાબરા

(મનોજ કનૈયા દ્વારા) બાબરા : બેઠક આગામી દિવસોમાં સરકાર સામે કાર્યક્રમ આપવા તેમજ આ મુદ્દા દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી પેટ્રોલ-ડીઝલ ગેસ આમ આદમીની પરેશાની ખેડૂતો ગરીબો માણસો તેમજ નાના વેપારી શાકભાજી અને નાના ફેરીયાની મુશ્કેલી અનુસંધાને કાલે બુધવારે સવારે ૧૦ કલાકે નીલવડા રોડ મેલડી માતાજીના બાજુના વિશ્રામ સ્થળે રાખેલ છે. ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર પ્રદેશ સમિતિ વતી ઉપસ્થિત રહેશે. માતાજીનો પ્રસાદ સાથે લઇશુ. તેમ જસમતભાઇ ચોવટીયા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ બાબરા શહેર સમિતિએ જણાવ્યું છે.

(11:08 am IST)