Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ : મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા

ઓનલાઈન દર્શન છતાં મોટી સંખ્યામાં મહિલાઓ 'નાથ'ના દર્શન માટે ઉમટી: મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચાયો

અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે માત્ર 7 દિવસજ બાકી છે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે જગતના નાથ નગર ચર્યાએ નીકળશે .આ રથયાત્રામાં લોકોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવશે.ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે.આજે ભગવાનના મામેરાનાં દર્શન કરાવવામાં આવ્યા હતા.

 ફેસબુક પેજ Rathyatra In Saraspur તેમજ ઈન્સ્ટાગ્રામ પેજ rathyatra_in_saraspur પર ભક્તોને કરાવવામાં આવ્યા હતા.આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં 'નાથ'ના દર્શન માટે ઉમટી હતી.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે

  આ વર્ષે કોરોનાની સ્થિતીને લઈને મામેરામાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવામાં કહેવામાં આવ્યુ છે...મામેરામાં માત્ર 35 લોકો જ હાજર રહેશે...મંદિર તરફથી મામેરા માટે 35 પાસ બનાવી આપવામાં આવશે...રથયાત્રા નીકળે અને ભગવાન આવે તો તેમને વધાવીશું અને ના નીકળે તો નિજમંદિર ખાતે આવીને મામેરું કરીશું...

(9:27 pm IST)