Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઓડિશાના નિવૃત IAS ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)ના ચેરમેન નિયુક્ત

નવા ચેરમેન નિમાયેલા ઈન્જેપી શ્રીનિવાસ કેન્દ્રમાંથી કોમર્સ સેક્રેટરી તરીકે નિવૃત થયા હતા

 

ગાંધીનગર: ઓડિશા કેડરના 1983 બેચના નિવૃત IAS ઈન્જેપી શ્રીનિવાસની ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)ના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગીફટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)નું હેડ કવાર્ટર બનાવવા માટે ગત 27મી એપ્રિલે કેન્દ્ર સરકાર દ્વારા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું

 પાટનગર ગાંધીનગરને અડીને આવેલા ગીફટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ(IFSCA)નું હેડ કવાર્ટસ બનતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો મોટો આર્થિક લાભ થશે. કેન્દ્રના એપોઈમેન્ટ કેબિનેટ એપ્રુવલ કમિટી દ્વારા ઓડિશા કેડરના 1983 બેચના નિવૃત સિનિયર IAS અધિકારી ઈન્જેપી શ્રીનિવાસની ચેરમેન તરીકે નિમણૂક કરી છે.

ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)ના નવા ચેરમેન નિમાયેલા ઈન્જેપી શ્રીનિવાસ કેન્દ્રમાંથી કોમર્સ સેક્રેટરી તરીકે નિવૃત થયા હતા, તેમણે એમબીએ ઈકોનોમિક્સ વિષય સાથે કર્યુ છે. ઓડિશાના શહેરી વિકાસ, ડેવલોપમેન્ટ કમિશનરમાં જેવા અલગ અલગ વિભાગોમાં કામ કર્યાનો બહોળો અનુભવ ધરાવે છે.

 

(11:45 pm IST)