Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વલસાડ એલસીબીનો સપાટો: ખજૂરડી ગામના એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી તીનપત્તિનો જુગાર રમતા 13 પત્તાપ્રેમીઓ ઝડપાયા

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ એલસીબી પોલીસે રૂરલ પોલીસની હદમાં આવતા ખજૂરડી ગામના એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી તીનપત્તિનો જુગાર રમતા 13 ઇસમોને ઝડપી પાડી દાવ પરના,અંગ ઝડતીના રૂ.1.79 લાખ,14 મોબાઈલ 2 બાઈક,બે લિટરની વહીસ્કીની બોટલ મળી કુલલે રૂ.3.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસના છાપામાં અગાવ ડુંગરી નજીકની હોટેલમાં જુગાર રમતા પકડાયેલા 7 ઈસમો પણ ફરી જુગાર રમતા પકડાયા છે. 

  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એલસીબી પોલીસના એ.એસ.આઇ.મિયા મોહમ્મદને  બાતમી મળી હતીકે  ધનોરી રોડ ઉપર નવી નગરી,ખજૂરડી સ્થિત મુનનેશ ઇન્દ્રજીતલાલ ચોકસીના ફાર્મ હાઉસમાં દિવ્યેશ હરેશ શર્મા નામનો ઇસમ નાળ ઉઘરાવી પેસા પાનાનો તીન પત્તિનો હારજીતનો જુગાર રમી,રમાડે છે,જે અંતર્ગત પોલીસે ફાર્મ હાઉસમાં રેડ કરી હતી અને જુગાર રમતા 13 જુગારીઓ ઝડપી લીધા હતા. પોલીસે જુગાર ધારા,ઉપરાંત એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

  ,પોલીસે પકડેલા ઇસમોમાં દિવ્યેશ હરેશ શર્મા,ધનોરી ગામ,કણબી વાડ,વલસાડ, મનોજ ઠાકોર સોની રહે.મોટા બજાર,યુકો બેક સામે,શ્રી જી ટાવર,વલસાડ, જગદીશ બાબુ પટેલ,સુરત.સરથાણા,જકાત નાકા,વ્રજરાજ એપાર્ટમેન્ટ,કેતન કુમાર દેવરાજ મકવાણા,ચણોદ કોલોની,વાપી જી.આઇ.ડી.સી, ભદ્રેશ બાબુ કો.પટેલ રહે.દિવેદ,ડુંગરવાડી,ગુજરાતી શાળા પાછળ,વલસાડ, રાકેશ ભાણા આહીર રહે.ખા ભંડા ગામ,તા.ચીખલી, સુનિલ ગોરે ભાઈ લુહારરહે.દિવેદ,ડુંગરવાડી,વલસાડ,અંકિત છતરલાલ ચપલોન રહે.પ્રમુખરેસિડનસી,છરવાડા,જી.આઇ.ડી.સી,વાપી, પૂનમ ઈસા પંચાલ ,શાલીગ્રામ બંગલો,ચલા,વાપી, ધર્મેશ મકન પટેલ રહે.ખા ભડા ગામ.તા.ચીખલી, જય પ્રવીણ આહીર રહે.દેગામ,આહીર ફળિયું, આલીપોર, હિતેશ મણિલાલ આહીર રહે.કસવાવ,ભગત ફળિયું,તા.વ્યારા, મનીષ જયતિલાલ મોદીયા પટેલ રહે.ક્રિષ્ના પાર્ક,એપાર્ટમેન્ટ, જી.આઇ.ડી.સી,વાપી.નો સમાવેશ થાય છે.પોલીસે જણાવ્યું કે પકડાયેલા પેકી 7 ઈસમો અગાવ ડુંગરી ખાતે ડુંગરી પોલીસે જુગાર સ્થળે પાડેલા છાપામાં પણ ઝડપાયા હતા

 

(8:51 pm IST)