Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વડોદરા:સાયકલ પર નોકરીએથી ઘરે પરત ફરતા 40 વર્ષીય શખ્સને રીક્ષા ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું

વડોદરા: શહેરમાં ઘરેથી સાયકલ લઇને નોકરી પર જતા ૪૦ વર્ષના શખ્સને રીક્ષાચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા બાપોદ પોલીસે અજાણ્યા રીક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.

આજવા રોડ એકતાનગરમાં રહેતા હનીફ મુસ્તાકભાઇ દિવાન સરદાર એસ્ટેટની એક કંપનીમાં નોકરી કરે છે. ગત ૧લી તારીખે હનીફ દિવાન સાયકલ લઇને ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતાં. સરદાર એસ્ટેટ ભારત પેટ્રોલપંપ પાસે એક રીક્ષાચાલકે સાયકલને ટક્કર મારતા હનીફ દિવાનને માથામાં ગંભીર ઇજા પહોચી હતી જેમને સારવાર માટે  સૌ પ્રથમ સયાજી હોસ્ટિપલમાં અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં. જયાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે.

(6:03 pm IST)