Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદ:સેટેલાઈટમાં વિઝાની કંપનીમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને અલગ અલગ વેબસાઈટના આધારે છેતરી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:સેટેલાઈટમાં આવેલી વિઝાની કંપનીમાં કામ કરતા ત્રણ કર્મચારીઓએ અલગ વેબસાઈટ બનાવીને કંપનીના બે હજાર કર્મચારીઓની ડીટેઈલ મેળવી લીધી હતી. જેને આધારે કંપનીને અંદાજે દોઢથી બે કરોડનું નુકશાન પહોંચાડી છેતરપિંડી કરતા આરોપીઓ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં મોડેલ હાઈટ્સમાં ફીનીક્ષ બિઝનેસ એડવાયઝરી નામની કંપની ઓસ્ટ્રેલિયા દેશના બિઝનેસ વિઝા અપાવવાનું કામ કરે છે.

માર્ચ 2020માં લોકડાઉન દરમિયાન કંપનીના કર્મચારીઓને વર્ક ટુ હોમ કરવા જણાવવામાં આવ્યું હતું. બીજીતરફ કંપનીમાં કામ કરતા ચિરાગ ભુવનચંદન ચૌદશી તથા એસ.ઈલેન્ગો મુદલીયારે કંપનીમાં કામ કરતા જીગ્નેશ  ચૌહાણને ઈમેલથી રેજીગ્નેશન લેટર મોકલી આપ્યા હતા.

(6:03 pm IST)