Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદના સેટેલાઈટમાં પરિણીતાને દહેજ માટે ત્રાસ આપનાર નરાધમ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:સેટેલાઈટમાં રહેતી યુવતીના લગ્ન દિલ્હીમાં રહેતા યુવક સાથે થયા હતા. કન્સ્ટ્કશનનો વ્યવસાય કરતો આ યુવક બાદમાં પરિવાર સાથે અમદાવાદ આવ્યો હતો .પરંતુ ધંધામાં નુકશાન જતા પત્નીના પિતાએ તેને 40 લાખની મદદ કરી હતી.

તેમછતા દહેજ માટે પત્નીને ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહી પતિ પરિવાર સાથે દિલ્હી પરત આવી ગયો હતો અને ત્યાં પણ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. અંતે પત્ની બે બાળકો સાથે અમદાવાદ આવી ગઈ હતી અને સાસરીયાઓ વિરૂધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી હતી.

(6:03 pm IST)