Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદ:નવરંગપુરામાં પીસીબીની ટીમે બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરી 1.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:નવરંગપુરા વિસ્તારમાંથી પીસીબીની ટીમે બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરી 1.64 લાખ ઉપરનો દારૂનો જથ્થો પકડયો છે. નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસેથી પોલીસે કારમાં જઈ રહેલા બુટલેગરોનો એસપી રિંગ રોડ સુધી પીસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 1, 63,900 રૂપિયાનો ભારતીય બનાવટનો દારૂ પકડી પાડેલ છે. બોટલ નંગ 347 સાથે સિયાઝ કાર સહિત રૂપિયા 6, 63, 900નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. કાર ચાલક સહિત બે બુટલેગરો ફરાર થઈ ગયા છે તેને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(6:02 pm IST)