Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદ:રામોલ વિસ્તારમાં ખાનગી શાળામાં મહિલાને સંચાલકે અવારનવાર પ્રેમ સંબંધ બાંધવા મજબુર કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રહેતી અને અમરાઈવાડી વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને સ્કુલના સંચાલક પારકો મુદલિયાર ઉંમર વર્ષ. 42 અવારનવાર પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાન કરતા હતા. તેમજ ફોન અને વોટ્સએપ દ્વારા વાતચીત કરી પ્રેમ સંબંધ બાધવા દબાણ કરતા હતા. 

દરમિયાન 5 જુલાઈના રોજ રાત્રે 8 વાગે સંચાલક પારકો મુદલિયાર મહિલા શિક્ષકના ઘરે જઈને તારો ફોન ચેક કરવો છે તુ કોની કોની સાથે વાતચીત કરે છે તેમ કહી શિક્ષિકા સાથે ઝઘડો કર્યો હતો.

(6:01 pm IST)