Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદના વાસણામાં મિલકત માટે પૌત્રએ દાદાને મારઝૂડ કરતા ગુનો દાખલ

અમદાવાદ:વાસણા જીવરાજ પાર્ક ખાતે દીવાદાંડી સોસાયટીમાં મગનભાઈ ભાણાભાઈ મકવાણા ઉંમર વર્ષ 80 તેમના પત્ની કાંતાબેન, પુત્ર મનીષ અને પૌત્ર ઉત્સવ સાથે રહે છે.

મગનભાઈના પુત્ર હિમાંશુભાઈનું આઠેક મહિના પહેલા અવસાન થયું હતું ત્યાંરથી હિમાંશુભાઈનો પુત્ર ઉત્સવ તેમની સાથે રહેતો હતો. છેલ્લા એકાદ મહિનાથી ઉત્સવ મગનભાઈ અને તેમના પત્નીને ગંદી ગાળો આપી ગડદાપાટુનો માર મારતો હતો અને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો.

4 જુલાઇના રોજ ઉત્સવ દારૂ પીને આવ્યો હતો અને મિલકત બાબતે ઝઘડો કરી દાદા મગનભાઈને ગંદી ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે મગનભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)