Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વલસાડ જિલ્લામાં ૩.૩૫ ઈંચઃ સૌથી વધુ પારડી તાલુકામાં ૪.૫૩ ઈંચ વરસ્યો

વલસાડઃ તા.૦૬: વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં આજે સવારે ૬  કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૮૫.૧૭ મી.મી. એટલે કે ૩.૩૫ ઇંચ વરસાદ વરસ્યો છે.

તાલુકાવાર વિગત જોઇએ તો પારડી તાલુકામાં સૌથી વધુ ૧૧૫ મી.મી. (૪.૫૩ ઇંચ) જયારે ઉમરગામ તાલુકામાં ૭૦ મી.મી., કપરાડા તાલુકામાં ૮૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૪૩ મી.મી., વલસાડ તાલુકામાં ૯૦ મી.મી. અને વાપી તાલુકામાં ૧૦૪ મી.મી. વરસાદ નોંધાયો છે. મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૨૫૮ મી.મી., કપરાડા તાલુકામાં ૪૫૬ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૯૨ મી.મી., પારડી તાલુકામાં ૧૬૦ મી.મી., વલસાડ તાલુકામાં ૨૬૪ મી.મી. અને વાપી તાલુકામાં ૨૭૯ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ ૨૮૪.૮૩ મી.મી. એટલે કે ૧૧.૨૧ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે.

દરમિયાન તા.૬/૭/૨૦ના રોજ સવારે ૬ થી ૧૦વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૭ મી.મી., કપરાડા તાલુકામાં ૧૩ મી.મી., ધરમપુર તાલુકામાં ૭ મી.મી., પારડી તાલુકામાં ૧૬ મી.મી., વલસાડ તાલુકામાં ૪ મી.મી. અને વાપી તાલુકામાં ૧૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

(4:00 pm IST)