Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડએલર્ટ જાહેર : ગુજરાતમાં મોસમનો ૨૨ ટકા વરસાદ

રાજકોટઃ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે તો બીજી તરફ સાયકોલનીક સરકયુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ની આગાહી અમરેલી ગીર સોમનાથ પોરબદર દ્વારકા સહીત માં વધુ અસર જોવા મળશે દમણ દાદારનાગર હવેલી સુરત ભરૂચ માં ભારે વરસાદ ની આગાહી  વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે બે દિવસ સુધી રાજય માં અસર રહેશે. ૩ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજયમાં અત્યાર સુધીમાં ૨૨ ટકા વરસાદ વરસ્યો છે. આ વરસાદ થી ખેડૂતોને સારી રાહત મળશે. અમદાવાદ ના સામાન્ય થી માધ્યમ વરસાદની આગાહી ૩ દિવસમાં ગુજરાત ને ખુબજ સારો વરસાદ મળશે. છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેનાથી તમામ જુના રેકોર્ડ તૂટી ગયા છે. ૧૭ જુલાઈ ૧૯૩૩ના રોજ ૨૭૩.૮ મિલિમિટર વરસાદ પડ્યો હતો, કાલે ૨૭૫.૮ મિલિમિટર વરસાદ પડ્યો છે..જે નવો રેકોર્ડ છે, દ્વારકા ના હવામાન વિભાગ સેન્ટરમાં દ્વારકા જિલ્લામાં ૩૯૪.૭ મિલિમિટર વરસાદ ૧ ઓગસ્ટ ૨૦૧૪ હતો, કાલે ૪૯૦ મિલિમિટર વરસાદ પડ્યો છે જે નવો રેકોર્ડ છે. સૌરાષ્ટ્રમાં ૨ દિવસ માટે રેડ એલર્ટ છે.

(3:42 pm IST)