Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાત હાઇકોર્ટના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવા ચીફ જસ્ટીસનો નિર્ણયઃ ગઇકાલે સાત કેસ મળ્યા

ગુજરાતમાં કોરોના કહેર સામે ન્યાયતંત્ર બન્યુ સજાગ : આજે સવારથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ટીમ હાઇકોર્ટ સંકુલમાં કર્મચારીના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરી રહી છે

રાજકોટઃ તા.૬, ગુજરાતમાં વધતા કોરોનાના કહેર વચ્ચે હાલ દેશની તમામ અદાલતો બંધ છે. જો અદાલતો ચાલુ થાય અને કેેસો વધે તો કેવી સ્થિતિ સર્જાય તેના વિચારને લઇને નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ દ્વારા ગુજરાત હાઇકોર્ટના તમામ કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવકારદાયી નિર્ણયનો કર્મચારીઓના હિતમાં લેતા ચીફ જસ્ટીસના આ નિર્ણયને   કર્મચારીઓએ પણ આવકાર્યો છે.

નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશથી અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા ૨ દિવસથી હાઇકોર્ટનો કર્મચારીઓના કોરોના ટેસ્ટની કાર્યવાહી ચાલી રહી છે. ગઇકાલે હાઇકોર્ટના ૭ કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આજે સોમવારે પણ ગુજરાત હાઇકોર્ટ સંકુલમાં સવારથી જ મ્યુ. કોર્પોરેશનની ટીમ પહોંચી ગયેલ છે. કર્મચારીઓના ટેસ્ટીંગની કામગીરી કરી રહી છે. આ ટેસ્ટ દરમિયાન કર્મચારીના નાકમાંથી પ્રવાહી લઇને (એમ્પીજન્ટ) ટેસ્ટ કરાઇ રહયો છે.

(2:47 pm IST)