Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરતના પાંડેસરામાં ખાતે આવેલા BRTS બસ સ્ટોપમાં આગ TRB જવાને આગ ઓલવવા કર્યો પ્રયાસ: વિડિઓ વાયરલ

સુરતના બીઆરટીએસ બસ સ્ટોપમાં આગ ની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. બસ સ્ટોપ પર હાજર TRB જવાનનો દ્વારા આગ ને બુઝાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાંડેસરામાં ખાતે આવેલા BRTS બસ સ્ટોપમાં આગ ની ઘટના બની હતી. TRB જવાન દ્વારા આગ પર કાબુ મેળવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં TRB જવાનનો દ્વારા આગ ઓલવતો વીડિયો અને ફોટા વાયરલ બન્યા છે.

(1:37 pm IST)