Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજપીપળા શહેરમાં અંધા કાનૂન : બેફામ જાનવરો રખડે છે છતાં તંત્ર નિષ્ક્રિય:આખલાનો વધતો આતંક જોખમી

રાજપીપળા શહેરમાં ચારે તરફ રખડતા જાનવરોનો ત્રાસ વધ્યો છતાં તંત્ર અંધા કાનૂન ની માફક તમાશો જ જુવે છે રોડ સલામતીની બેઠકમાં રખડતા જાનવરો બાબતે પણ ચર્ચા થઈ હોવા છતાં આ મુદ્દો માત્ર કાગળ પર જણાઈ છે ત્યારે કલેક્ટર પગલાં લેશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવા છતાં મૂંગા મોઢે તમાશો જોતું પાલીકા તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય હોય જેમાં રોડ પર બેફામ રખડતા આંખલા કે જે અવાર નવાર બાથ બીઢતા હોય ક્યારેક રાહદારીઓ કે સ્થાનિકો માટે જોખમકારક સાબિત થઈ શકે તેમ છે.છતાં તંત્ર જાણે કોઈનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહેલું જણાઈ છે.
રાજપીપળા ના મોટાભાગના વિસ્તારો માં આંખલાનો ની સાથે બળદ,ગાય,કૂતરા સહિતના રખડતા જાનવરો ખુબ મોટી સંખ્યા માં જોવા મળવા છતાં તંત્ર અંધા કાનૂન ની માફક આંખે પાટા મારી તમાશો જોતું હોય એમ કોઈજ કાર્યવાહી કરતુ નથી.
 રાજપીપળા નગર પાલિકા દ્વારા અગાઉ યુદ્ધના ધોરણે આખલા સહિતના જાનવરો પકડવા અભિયાન હાથ ધરાયુ હતું પરંતુ થોડા સમય માંજ આ કામગીરીનો આ કામગીરી જાણે અભરાઈ પર મુકાઈ ગઈ હોય તેમ હાલ તંત્ર જાણે ભૂગર્ભ માં ઉતરી પડ્યું હોય એમ અધિકારી ઓની નજર સમક્ષ જ આ જાનવરો જોવા મળવા છતાં આંખ આડા કાન કરાય છે.તાજેતર માજ કલેક્ટર કચેરી ખાતે મળેલી રોડ સલામતી ની બેઠક માં પણ રખડતા જાનવરો ના મુદ્દે નોંધ લેવાઈ હતી છતાં આ મુદ્દો માત્ર કાગળ પર જણાઈ છે.જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય આગેવાનો પણ આ બાબતે મૌન સેવી બેઠા હોય આખરે ચૂંટણી માં મત આપી ભરોસો મુકતી પ્રજા એ આવી તકલીફો સહન કરવી પડે છે ત્યારે ભાજપ ની સત્તા માં રાજપીપળા માં જાણે જાનવરોનો વિકાસ થતો હોય એમ લાગી રહ્યું છે.જેમાં અંતે તો પ્રજા જ પરેશાન થઈ રહી છે.દરેક બાબતે કડક વલણ બતાવતા પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ આવી ગંભીર સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવવા કામગીરી કરાવે તેવી સ્થાનિકો ની માંગ છે.અગાઉ જાનવરો પકડી દૂર જંગલ માં છોડી મુકવામાં આવતા હતા તેથી તેનો વિરોધ થયો હતો પરંતુ તેને કરજણ ની ગૌશાળા કે અન્ય જગ્યાની પાંજરાપોળ માં મુકાય તો જાનવરો પણ સલામત રહશે માટે આ દિશા માં પણ પ્રયાસ કરાય તો કોઇ વિરોધ પણ ન થાય માટે પાલિકા તંત્ર આ મુદ્દે કોઈ નક્કર પગલાં લે એ જરૂરી છે .જિલ્લા કલેક્ટર આવી ગંભીર બાબતે અંગત રસ દાખવે તો આ તકલીફ જરૂર દૂર થશે.

(5:52 pm IST)