Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

૧૦,૫૦૦ જેટલા વકીલોને ૫ કરોડ ૫૦ લાખ સહાય ચુકવી

આર્થિક રીતે નબળા ધારાશાસ્ત્રીઓને સહાય

અમદાવાદ, તા. ૫ : કોરોના મહામારીને લીધે આર્થિક રીતે નબળા ૧૦,૫૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓને ૫ હજાર રૂપિયા માટે નિર્ણય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કરી ૫ કરોડ ૫૦ લાખની સહાય ચુકવી છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન રમેશચંદ્ર પટેલના અધ્યક્ષપદે કમિટીની બેઠક મળી હતી. જેમાં છેલ્લા ૨ માસથી કોવિડ-૧૯ કોરોનાથી મહામારીમાં ૨૦૦૬ પછી ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર નોંધાયેલા એડવોકેટોને તેમજ તે અગાઉના અપંગ, વિધવા, અપરિણિત અશક્ય જેવા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને ૫ હજાર આર્થિક સહાય ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં કોવિડ-૧૯ સહાય મેળવતા ૧૨૦૦૦ ઉપરાંત એડવોકેટની અરજી આવી હતી. જેમાં નિયમ અનુસાર ૧૦,૫૦૦ જરૂરિયાતમંદ એડવોકેટોને કુલ ૫ કરોડ ૨૫ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી હતી.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે ગુજરાત સરકાર અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા સમક્ષ વધુ આર્થિક ફંડની માંગણી કરેલ છે. આજની બેઠકમાં અનિલ કેલ્લા, દિપેન દવે, અનિરૂદ્ધસિંહ ઝાલા હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

(8:39 am IST)