Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સુરતના કતારગામ જીઆઈડીસીમાં ક્રેઈન નીચે કચડાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરૂણમોત

ક્રેઇને બાઇક સહિત અન્ય લોડિંગ જીપને પણ અડફેટે લીધી

 સુરતના કતારગામ વિસ્તારમાં GIDC પાસે બ્રિજ નજીક એક યુવક બાઇક લઇને નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી ક્રેઇને તેને અડફેટે લઈને ક્રેઇન તેની ઉપરથી ફરી વળી હતી.ક્રેઇન નીચે કચડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

   ક્રેઇને બાઇક સહિત અન્ય લોડિંગ જીપને પણ અડફેટે લીધી હતી. ઘટના પગલે સ્થળ ઉપર લોકોના ટોળાં એકઠા થયા હતા. અને પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કતારગાામ પોલીસે ક્રેઇન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી

(9:12 pm IST)