Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઉમરેઠમાં તસ્કરોનો તરખાટ: જુદા જુદા વિસ્તારને નિશાન બનાવી લાખોની મતાની ઉઠાંતરી

ઉમરેઠ:માં ત્રાટકીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રથયાત્રાનો બંદોબસ્ત પુરો કરીને મીઠી નીંદર માણતી પોલીસને સવારે જ્યારે ચોરીઓની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર રવિપુરા ચોકડી પાસે આવેલી આભુષણ જ્વેલર્સની દુકાનમાં મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ કોઈ સાધન વડે શટર તોડીને અંદર ઘુસ્યા હતા અને સીસીટીવી કેમેરાના વાયરો છુટા કરી દઈને હાર્ડડિસ્ક પણ કાઢી લીધી હતી. ત્યારબાદ દુકાનમાં મુકેલી નાની-મોટી ચીજવસ્તુઓ ચોરી ગયા હતા. ત્યાંથી તસ્કરોએ મોરડ ગામે ત્રાટક્યા હતા અને એક દુકાનને નિશાન બનાવીને ત્યાંથી પણ નાની-મોટી ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:16 pm IST)