Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

થરાદના વાવ તાલુકામા નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં

થરાદ:થરાદ વાવ તાલુકામાં નર્મદાની કેનાલમાં અને માઈનોર કેનાલોમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં પાણીના ધઆંધીયા છે. હજી વરસાદના કોઈ ઠેકાણા નથી ત્યારે વાવ તાલુકાના ચોથા નેસડા ગામે આવેલ નર્મદા કેનાલની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ૧૫ ફૂટનુ ં ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા પાણીનો વેડફાટ થવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા વાવના અનેક ગામડાઓમાં ઉનાળા દરમ્યાન નર્મદા વિભાગ દ્વારા સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યુ ંહતું. જેને લઈ ખેડૂતો ઉનાળુ વાવેતર કરી શક્યા ન હતા. અત્યારે ચોમાસાની મોસમ બેઠી છે પરંતુ થરાદ, વાવ પંથકમાં મન મુકીને મેહુલીયો વરસતો નથી. જેથી રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજથી કેનાલોમાં પાણી આપવાની જાહેરાત કર્યા બાદ કેનાલોમાં પાણી છોડવામાં આવતાની સાથે વાવ તાલુકાના ચોથા નેસડા ગામની ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં કચરો ભરાઈ જતાં કેનાલ ઓવર ફ્લો થઈ જતાં કેનાલમાં ૧૫થી ૨૦ ફૂટ જેટલું ગાબડું પાડવામાં આવતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વલ્યા હતા. એકબાજુ વરસાદ મન મુકીને વરસતો નથી જેથી અમુક વિસ્તારોમાં પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.

(5:15 pm IST)