Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વડોદરામાં પરિણીત પ્રેમિકાની હત્યા કરવાના આરોપસર આરોપીના રિમાન્ડ પુરા થતા અદાલતે કેસની સજાની સુનવણી કરી

વડોદરા:પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર યુવકના  રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, સમા જલારામ મંદિર પાસે આવેલા મહેશ કોમ્પલેક્ષમાં રહેતી દિપા પરેશભાઈ દરજીની  તેના પ્રેમી સોમનાથ કૈલાસભાઈ પાટીલે જ ચાકુના ઘા ઝીંકીને હત્યા  કરી હતી. દિપાએ સોમનાથ સાથે બોલવાનું છેલ્લા એક સપ્તાહથી બંધ કરી દીધુ હતુ. જેથી સોમનાથને શંકા હતી કે દિપાને અન્ય સાથે રિલેશન છે. અને તે શંકાના કારણે જ તેને દિપાની ઘાતકી હત્યા કરી હતી.

(5:14 pm IST)