Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અમદાવાદ રેલવે સ્ટેશન પર મહિલાના પર્સની તફડંચી કરી ભાગતા આરોપીને પકડવા ગયેલ કોન્સ્ટેબલ પર ચપ્પુથી જીવલેણ હુમલો થતા અરેરાટી

અમદાવાદ:રેલ્વે સ્ટેશન પર અડીંગો જમાવીને બેસતા લુખ્ખા તત્વોનો ત્રાસ વધી જતા રેલ્વે પોલીસે પ્લેટફોર્મ પર સતત ૫૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમછતા રેલ્વેમાં પ્રવાસ કરતી મહિલાનું પર્સ લુંટવાનો બનાવ બન્યો હતો. જોકે ચેઈન પુલ્લિંગ થતા ભાગી રહેલા આરોપીને પકડવા જતા આરોપી અને તેના સાથીદારે પોલીસ પર ચાકુથી હુમલો કરીને તેને ગંભીરપણે ઘાયલ કરી નાંખ્યો હતો. જોકે પોલીસે બાદમાં આરોપીને ઝડપી લીધો હતો. 

કાલુપુર રેલ્વે સ્ટેશન પર ૪ જુલાઈના રોજ રાત્રે ૨.૩૦ વાગ્યે આ બનાવ બન્યો હતો. જેમાં પ્લેટફોર્મ નંબર ૧૦ પર આવેલી મોતીહારી એક્સપ્રેસ ટ્રેનમાં ચેઈન પુલ્લિંગ થતા ટ્રેન ઉભી રહી ગઈ હતી. તે સમયે પ્લેટફોર્મ પર વિકાસ એસ.દુબે નામનો રેલ્વેનો પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યો હતો. દરમિયાન એક શખ્સ ટ્રેનના કોચમાંથી લેડીઝ પર્સ લઈને ભાગતો નજરે ચડયો હતો. આથી કોન્સ્ટેબલ દુબેએ તેને અટકાવીને પુછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ચાકુ વડે દુબેની છાતીમાં અને હાથ પર વાર કરતા કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો.

(5:13 pm IST)