Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નવસારી જિલ્લામાં ફરી મેઘસવારી : ચીખલી પાસેની કવારે નદીમાં નવા નીર : કોઝવે પર પાણી ફરી વળ્યાં

નવસારી : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. તો આજે પણ વહેલી સવારથી નવસારીમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે . જિલ્લામાં 2 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે ચીખલીથી પસાર થતી કવારે નદીમાં નવા નીર આવ્યા છે અને નદી પર બનાવેલો કોઝવે પરથી પાણી વહી રહ્યુ છે.

(12:17 pm IST)