Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ઇરફાન પઠાણના મારી પુત્રવધુ સાથે શારીરીક સંબંધોઃ સિનિયર સિટીઝન દંપતીનો વિડીયો વાયરલ

નિવૃત એએસઆઇ કહે છે ઇરફાન ઉચ્ચ અધિકારીઓ ઉપર દબાણ કરે છે જેથી કોઇ કાર્યવાહી કરાતી ન હોવાનો પણ આરોપઃ પૂર્વ ક્રિકેટર વિરૂદ્ધ ગંભીર આક્ષેપોથી ચકચાર

અમદાવાદ તા. ૬ : ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણને પુત્રવધુ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ અમદાવાદના વજેલપુરમાં રહેતા સિનિયર સિટીઝન દંપતીએ કર્યો છે. વેજલપુરની પોલીસ ચોકી ઉપર બોલાવવામાં આવતા સિનિયર સિટીઝન દંપતીએ એક વિડીયો વાયરલ કર્યો છે તેમાં અતિ ગંભીર આક્ષેપો કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે, પુત્રવધુએ સાસરિયા સામે ગત માર્ચ મહિનામાં ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદ મુજબ, માતા-પિતા વિહોણી યુવતી તેના ફોઇના ઘરેજ ઉછેરી હતી અને આ પરિવારે જ તેના લગ્ન કરાવ્યા હતા.

આક્ષેપો પ્રતિઆક્ષેપોના દોર વચ્ચે સત્ય શું છે એ તો ઉંડી પોલીસ તપાસ થાય તો જ સ્પષ્ટ થઇ શકે તેમ છે. અત્યારે તો વાયરલ થયેલા વિડીયોથી ક્રિકેટર ઇરફાન પઠાણ સામે ગંભીર આક્ષેપોએ ચકચાર જગાવી છે.

અમદાવાદના જુહાપુરાના હાજીબાવા પાર્કમાં રહેતા ઇબ્રાહીમભાઇ સૈયદ અને તેમના પત્નીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડિયોમાં નિવૃત પોલીસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરે પુત્રવધુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ  ક્રિકેટર વડોદરાના ઇરફાન પઠાણના સંબંધો અંગે ગંભીર આક્ષેપો કર્યો છે. ક્રિકેટર ઇરફાન પઠાણને તેમની પુત્રવધુ સાથે સંબંધ છે આ ઉપરાંત, પોતે પોલીસમાંથી નિવૃત થયા હોવા છતાં ઇરફાન પઠાણ ઉચ્ચ અધિકારીઓ થકી દબાણ લાવતો હોવાથી પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ, આક્ષેપો કરનાર દંપતિ અને તેમના પુત્ર સામે પુત્રવધુ અગાઉ વડોદરા અને અમદાવાદમાં ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવી ચુકી છે.

વર્ષ ર૦૧૮માં લગ્ન પછી પુત્રીનો જન્મ થયા બાદ સાસરિયા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પુત્રવધુ અગાઉ કરી ચુકી છે.

આ વિડીયોમાં સિનીયર સીટીઝન દંપતીએ આ વિડીયોમાં ઇરફાન ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

(3:11 pm IST)