Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વડગામમાં

ઓકિસજન પ્લાન્ટ માટે લોકો પાસે આર્થિક મદદ માટે મેવાણીની હાકલ

ડીસા તા. ૬: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાના મત વિસ્તારમાં ઓકિસજન પ્લાન્ટ લગાવવા માટે લોકો પાસેથી આર્થિક સહાય માંગતા નજરે પડયા હતા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગ્રાન્ટ માટે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેમનો સરકાર સામે આક્ષેપ છે કે ગુજરાતના ૧૮ર જેટલા ધારાસભ્યોની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી રાખી છે. જેના કારણે પોતાના મત વિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી. વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોના મહામારીમાં ઓકિસજનની અછતના કારણે મોતને ભેટી રહ્યા છે જેથી પોતાના વિસતારના લોકોને મોતના મુખમાંથી બચાવવા અને ઓકસીજન પ્લાન્ટ વડગામ મત વિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા નજરે પડયા હતા. લોકો પણ યથાશકિત યોગદાન આપી મદદરૂપ થયા હતા. વડગામના પંડિત દિનદયાલ એસોસિએશન તરફથી રપ હજાર રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો હતો. સરકારનું કાર્ય અપક્ષ ધારાસભ્યએ ઉપાડી લેતા લોકોમાં પ્રશંસા થઇ રહી છે.

(1:01 pm IST)