Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ગુજરાત : પોલીસ કાર્યવાહી

ડ્રોન સર્વેલન્સથી વધુ ૩૦૬ ગુનાઓ દાખલ

અમદાવાદ,તા.૬ :  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી સાથેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાશે. લોકડાઉનના અમલ સંદર્ભે પોલીસ વડા ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

ડ્રોન સર્વેલન્સથી નવા ગુના..................................................................... ૧૫૫

ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ગુના......................................................... ૧૧૩૫૫

ડ્રોન સર્વેલન્સથી લોકોની અટકાયત.................................................... ૩૧૩૯૧

સ્માર્ટસિટી*વિશ્વાસ દ્વારા ગુના...................................................................... ૬૦

સ્માર્ટસિટી*વિશ્વાસ દ્વારા અટકાયત.............................................................. ૭૦

સીસીટીવી આધારે હજુ સુધી ગુના.......................................................... ૨૬૨૯

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત.................................................. ૩૭૪૫

સીસીટીવી ફુટેજ આધારે ગુના.................................................................... ૨૦

સીસીટીવી ફુટેજ આધારે અટકાયત............................................................. ૧૩

સીસીટીવી ફુટેજ આધારે હજુ સુધી ગુના................................................... ૫૬૭

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત.................................................... ૮૨૮

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે નવા ગુના.................................................. ૧૧

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે હજુ સુધી ગુના......................................... ૬૬૮

અફવા સંદર્ભે અટકાત.......................................................................... ૧૩૮૮

ખોટી માહિતી બદલ એકાઉન્ટ બ્લોક.......................................................... ૧૭

ખોટી માહિતી બદલ હજુ સુધી એકાઉન્ટ બ્લોક......................................... ૬૨૮

જાહેરનામા ભંગના ગુના....................................................................... ૨૨૧૩

ક્વોરનટાઈન ભંગના ગુના...................................................................... ૭૮૨

અન્ય ગુનાઓ ....................................................................................... ૫૭૧

વાહનો જપ્ત કરાયા............................................................................. ૩૫૬૬

વાહનો મુક્ત કરાયા............................................................................. ૮૦૩૫

હજુ સુધી વાહનો મુક્ત કરાયા.......................................................... ૧૮૭૫૬૫

(9:47 pm IST)