Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

લોકડાઉનમાં અમદાવાદમાં 15મી સુધી સંપૂર્ણ તાળાબંધી : દૂધ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો રહેશે બંધ

ફ્રૂટ શાકભાજી સહીત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે ચાર અધિકારોને મહત્વની જવાબદારી સોંપી છે. જેને લઈને આ ચારેય અધિકારીઓ સતત મિટિંગો કરીને કોરોનાને કાબુમાં લેવાની રણનીતિ ઘડી રહ્યા છે. આ અધિકારીઓએ કોર્પોરેશનના ડેપ્યુટી. કમિશનરો સાથે બેઠક કરીને આકરા આદેશો સાથે કામગીરીને લઈને ખખડાવ્યા છે. આગામી રણનીતિ પણ આ બેઠકમાં તૈયાર કરી લેવામાં આવી છે. જેના પગલે ગમે ત્યારે અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી કરવાની જાહેરાત થઇ છે. માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે. ફ્રૂટ શાકભાજી સહીત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
    અમદાવાદમાં કોરોનાના કેસોને કાબુમાં લેવા કર્ફ્યુ જેવા માહોલની જરૂર હતી. જેની તૈયારીઓ આજે અધિકારીઓએ કરી લીધી હોવાના સમાચાર સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે. સમગ્ર અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવશે

  આજે જ રાજ્ય પોલીસ વડાએ જાહેરાત કરી છે કે, સમગ્ર અમદાવાદને અભેદ કિલ્લા બંધીમાં ફેરવવામાં આવશે તેની સાથે જ રિવરફ્રન્ટ ખાતે આવેલી કોર્પોરેશનની ઓફિસમાં ચાલી રહેલી મિટિંગ પુરી થતા અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી જ હતી.
   રાજ્ય પોલીસ વડાએ આજે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવવામાં આવેલ છે. જેમાં 6 કંપની BSF અને એક કંપની CISFનો સમાવેશ થાય છે. જેમાંથી અમદાવાદના કન્ટેઈન્મેન્ટ એરિયા માટે બીએસએફની ચાર કંપનીઓ ફાળવવામાં આવેલ છે. અને સાથે જ RAFની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉ 3 અને હાલની પાંચ કંપનીઓ મળી કુલ 8 કંપનીઓ કન્ટેઈમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં એસઆરપી અને પેરામિલિટરીની મળીને કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે.

(8:06 pm IST)