Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

મોડાસામાં ફરસાણ સહીત વિવિધ દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા: અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો

અરવલ્લી:જિલ્લામાં 21 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 2 વ્યક્તિઓના મોત નીપજયા છે.અરવલ્લી જિલ્લો રેડઝોનમાં આવી ગયો છે.હાલ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ છે.ત્યારે છેલ્લા 40 દિવસ ઉપરાંતના સમયગાળાથી અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનો બંધ છે.જોકે દુકાનોમાં છેલ્લા ઘણા દિવસોથી સ્ટોક કરાયેલ વિવિધ વાનગીઓ તેમજ મીઠાઈઓનો જથ્થો જાહેર આરોગ્ય માટે જોખમી હોઈ અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાં રહેલ ફરસાણની વાનગીઓ તેમજ મીઠાઈનો નાશ કરવાના આદેશ કરાયા છે.

જે અંતર્ગત ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના ઈન્સ્પેકટર પી.એસ.પટેલ,કે.આર.પટેલ,વી.એમ.બરંડા અને નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર સુનીલ પુરોહિત દ્વારા મોડાસા શહેરમાં આવેલી 18 ફરસાણની દુકાનોમાં રેડ પાડી 700 કીલો ઉપરાંત અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના સમયગાળા દરમ્યાન કે લોકડાઉન બાદ કોઈ વેપારી દ્વારા અખાદ્ય જથ્થાનું વેચાણ થાય અને જાહેર આરોગ્ય જળવાય તે હેતુથી જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનોમાંથી અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો.

(6:28 pm IST)