Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વાત્રક ડેમમાંથી 35 ક્યૂસેક પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ :૨૦૦ હેક્ટર જમીનને મળશે લાભ

ઉનાળુ ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો

 

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે મહિલાઓ ભારે રઝળપાટ કરી રહી છે.ત્યારે વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાંથી ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તંત્રએ ૩૫ ક્યુસેક પાણી છોડતા ૨૦૦ હેકટરથી વધુ જમીનમાં ઉનાળુ ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

અરવલ્લી જિલ્લામાં વર્ષે ઉનાળાની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જો કે જિલ્લાના ત્રણેય ડેમમાં પાણીનો જથ્થો પુરતો હોવાથી પીવાના પાણીની સમસ્યા વર્તાવાની શક્યાતાઓ નહીંવત છે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પૂરતું પાણી હોવાથી ખેડૂતો માટે . સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોની માંગ અનુસાર માઝુમ ડેમ બાદ વાત્રક જળાશયમાંથી સિંચાઇ માટે ત્રીજા તબક્કાનું પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. વાત્રક જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડાતા અંદાજિત ૨૦૦ હેક્ટરમાં ફયદો થશે.

 

(9:24 pm IST)