Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન:જાહેરમાં લઘુશંકા કરનારા 105 લોકોને ફટકાર્યો દંડ

જાહેરમા થૂંકનાર 350 વ્યક્તિને નોટિસ આપી 35 હજારનો દંડ વસૂલાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ છે AMC દ્વારા જાહેરમાં લઘુશંકા કરનાર, જાહેરમાં થૂકનાર,પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.
   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જાહેરમાં લઘુશંકા કરનાર 105 લોકોને નોટિસ આપી રૂપિયા 10 હજારનો દંડ વસૂલ કરાયો હતો.
   ઉપરાંત જાહેરમા થૂંકનાર 350 વ્યક્તિને નોટિસ આપી કુલ 35 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો હતો. આટલું જ નહીં, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 1027 એકમને નોટિસ આપી 708550 રૂપિયાનો વહિવટી ચાર્જ વસૂલ કરાયો હતો

(8:42 pm IST)