Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ગાંધીનગર સે-20માં મનપાદ્વારા 150 સરકારી મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગાંધીનગર: શહેરના સ્થાપનાકાળથી ઉભા રહેલા નગરના સરકારી મકાનો કાળક્રમે જર્જરીત અને જોખમી થઇ ગયા છે તેમાં વારંવાર રીનોવેશન કરવા છતા તે રહેવાલાયક થયા નથી અને ગમે ત્યારે પડે તેવા આ મકાનોનો ખાસ સર્વે કરીને તેને ઉતારી લેવા માટે અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત સેક્ટર-૨૦ના જ,છ  અને ચ-૧ કક્ષાના ૧૫૦  બંધ અને જર્જરીત મકાનો તોડી પાડવા માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે ત્યારે પાટનગરમાં સે-૭,૨૯,૩૦ અને સે-૬ બાદ સે-૨૦માં પણ હાઇરાઇઝ્ડ બિલ્ડીંગ ઉભી કરીને સરકારી આવાસોનું નિર્માણ કરાય તો પણ નવાઇ નહીં.

શહેરમાં સ્થિત વિવિધ કક્ષાના આવસો રહેણાંકને લાયક ન હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જ્યારે જુના મકાનો રીનોવેશનના અંતે પણ યોગ્ય થઇ શકે તેમ નહી હોવાનું પણ ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે જુના આવાસો તબક્કાવાર જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે. ત્યારે સેક્ટરોમાં ભયજનક મકાનો તોડી નાંખવા માટે સર્વે હાથ ધરી વિભાગ કક્ષાએ મંજુરી મેળવવા પણ તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી રહી છે. 

(5:25 pm IST)