Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમદાવાદના ધંધુકા નજીક જૈન દેરાસરમાં ચોકીદાર પરિવાર પર જીવલેણ હુમલો થતા એક શખ્સનું મોત

અમદાવાદ:ધંધુકા નજીક આવેલા ગુણોદય ધામ જૈન દેરાસરમાં ચોકીદારી કરતા પરિવાર પર ૧૦થી ૧૨ જણાની ટોળકીએ હુમલો કરીને ૧.૩૦ લાખના દાગીનાની લુંટ ચલાવી હતી. આ હુમલામાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે પરિવારના પાંચ જણા ઘાયલ થયા હતા. આ બનાવને પગલે આ પરિસરમાં આતંક સાથે ફફડાટ ફેલાયો હતો. ધંધુકા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ધંધુકામાં ફેદરા ચોકડી નજીક ગુણોદય ધામ જૈન દેરાસર આવેલું છે. આ દેરાસરમાં ે  ફેદરા ગામના જશુભાઈ પી.દોંડા ચોકીદાર તરીકે કામ કરે છે તથા તેમનો પરિવાર પણ અહીં જ રહે છે. ધંધુકા ડિવીઝનના ડી.વાય.એસપી.બી.સી.વાઘેલાના જણાવ્યા મુજબ ૪ મેના રોજ જશુભાઈ અને તેમનો પરિવાર જમીને બહાર ઉંઘી ગયો હતો. દરમિયાન મોડી રાત્રે અંદાજે ૨.૩૦ વાગ્યે ૨૫થી ૩૦ વર્ષની વયના ૧૦થી ૧૨ શખ્સો હાથમાં બોથડ પદાર્થ, કોશ અને લાકડીઓ સાથે મીઠી નિંદર માણી રહેલા જશુભાઈ અને તેમના પરિવાર પર તુટી પડયા હતા. સમગ્ર પરિવારને ઘાયલ કરીને આ ટોળકી પરિવારે પહેરેલા રૃ.૧,૩૦,૦૦૦ની કિંમતના સોનાના દાગીના લુંટીને ફરાર થઈ ગયા હતા.

(5:21 pm IST)