Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સીબીએસઈ ધો.૧૦નું ૯૧% પરિણામ જાહેર

દેશભરમાં ૨૭ લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર : રાજકોટના છાત્રોનો પણ ઉત્કૃષ્ટ દેખાવ

રાજકોટ, તા. ૬ : દેશભરના ૨૭ લાખથી વધુ વિદ્યાર્થીઓનું આજે લાંબા ઈંતઝાર બાદ પરિણામ જાહેર થયુ છે. સીબીએસઈનું પરિણામ રેકોર્ડબ્રેક રહ્યાનું જાણવા મળે છે. સીબીએસઈ ધો.૧૦નું પરિણામ ૯૧% જાહેર થયુ છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. તાજેતરમાં ધો.૧૨નું પરિણામ જાહેર થયા બાદ આજે બપોરે ૨:૩૦ કલાકે ધો.૧૦નું ૯૧% પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. રાજકોટની કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી પબ્લિક સ્કુલ, રાજકુમાર કોલેજ, સર્વોદય સ્કુલ, મોદી સ્કુલ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ હોવાનું જાણવા મળે છે.

(3:52 pm IST)