Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સરદાર પટેલની રાષ્ટ્રભકિત, નેતૃત્વશકિત,કર્મઠતા અને કર્તવ્યનિષ્ઠા અભિવંદનીય હતીઃ પૂ.પારસમુનિ મા.સ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર કોઈ જૈન સંતની પધરામણી

રાજકોટ, તા. ૬ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક સદ્ગુરૂદેવ પૂ. શ્રી જગદીશમૂનિ મ.સા.ના કૃપા પાત્ર સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. ગોંડલ સંપ્રદાયના ગાદી ઉપાશ્રય ગોંડલ મધ્યે ચાતુમાંસ પધારી રહ્યા છે ત્યારે વિહાર યાત્રામાં સ્ટેચ્યુ ઓફ યુનિટે જે વર્લ્ડ લાજેસ્ટ સ્ટેચ્યુ છે. તે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ તથા સરદાર સરોવર ડેમ પર ગયેલ. સરદાર પટેલની રાષ્ટ્રભકિત, નેતૃત્વ શકિત, કર્મકતા અને કર્તવ્યનિષ્ઠા અભિવંદનીય હતી. તેમ પૂજય શ્રી જણાવેલ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડેપ્યુટી કલેકટરશ્રી પટેલ  તથા મામલતદારશ્રી ગજ્જર, વગેરેની મુલાકાત લીધેલ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જનાર પ્રથમ જૈન સંત પૂ. પારસમૂનિ મ. શ્રીએ જણાવેલ કે સંસ્કૃતિ અને સભ્યતાનું સંરક્ષણ દિવ્ય કલાકૃતિ અને ભારતીય સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની લાગણી આસ્થાને પ્રગટ થાય છે.

સાતપુડા પર્વતમાળા અને વિધ્યપર્વનમાળા વચ્ચે ગુજરાત સરકારની વિધાનસભાની ૧૮ર સીટ પ્રમાણે ૧૮ર મીટર ઉંચાઇ ધરાવતી સરદાર પટેલની પ્રતિમા અલૌકીક છે. સદૈવતેમની આંખોની દૃષ્ટિ નર્મદા નદી પર મંડરાયેલી રહે છે. અદ્ભૂત શિલ્પ કૌશલની પ્રતિમૂર્તિ એટલે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા આવી પ્રતિમા વિશ્વમાં કયાંય જ દ્રષ્ટિગોચર થાય તેમ નથી.

(12:09 pm IST)