Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ગોધરા નીટની પરીક્ષામાં જલારામ સ્કુલ ખાતે વાલીઓએ હોબાળો કર્યો

આધારકાર્ડ નહીં હોવાથી પ્રવેશ નહિ અપાતા વાલીઓએ હોબાળો કર્યા બાદ પ્રવેશ આપ્યો

ગોધરા નીટની પરીક્ષામાં જલારામ સ્કુલ ખાતે વાલીઓએ હોબાળો કર્યો હતો. આધારકાર્ડ ન હોવાથી અમુક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આથી પરીક્ષા આપતા અમુક વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટરમાં ન જવા દેતા તંત્ર સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આખરે વોલીઓએ હોબાળો કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

(11:52 pm IST)