Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ભરૂચના દિવા ગામ નજીક નર્મદા નદીમાં ન્હાવા ગયેલ ત્રણ યુવાનો ડૂબ્યા: એકનો બચાવ:બે ની શોધખોળ ચાલુ

બચાવાયેલ યુવાનની તબિયત નાજુક ;હોસ્પિટલમાં ખસેડાયો

ભરૂચના દિવા ગામ નજીક નર્મદામાં નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હતા ગરમી હોવાથી પાણીમાં નાહવા પડેલા  દિવા ગામના રહેવાસી ત્રણેય યુવાનોને ડૂબતા જોઇ ગામ લોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરતા એક યુવનને ગામ લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. બચાવામાં આવેલા યુવાનની તબિયત નાજૂક હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે બાકીના અન્ય બે યુવાનોને ફાયરની ટીમ દ્વારા શોધવામાં આવી રહ્યા છે. ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યાની જાણ થતા નર્મદા નદીના કિનારે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

(10:59 pm IST)