Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પશુઓની નિકાસ સામે પાબંધી નહિ આવે તો જલદ આંદોલન :સરકાર સામે જીવદયાપ્રેમીઓ મોરચો માંડશે:ડીસામાં જીવદયા પ્રેમીઓની બેઠકમાં નિર્ણંય

હાઇકોર્ટનો સ્ટે ઉઠ્યા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જતા પશુપાલકોમાં રોષ

ડીસા :ગુજરાત હાઇકોર્ટએ પશુઓનાં નિકાસ સામે નૉ સ્ટે ઉઠાવી દેતા હવે પઁશુઓ નાં નિકાસનૉ રસ્તો ખુલ્લો થયો છે ત્યાંરે બનાસકાંઠા જીલ્લાનાં ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળનાં સંચાલકો સરકારે સામે આંદોલન કરવાનું નક્કી કર્યું છે સરકાર સુપ્રીમ કોર્ટમા જઇને પણ પશુઓનાં નિકાસ સામે પાંબંધી લાવી સકે છે. જો પશુઓનાં નિકાસ સામે પાંબંધી નહીં આવે તો જલદ આંદોલન છેડવાનું નક્કી કર્યું છે.

ગુજરાતમાંથી કંડલા પોર્ટથી અબોલા પશુઓને આરબદેશમા મોકલવાનું સરકાર દ્રારા નક્કી કરાયું હોવાનું અને હાઇકોર્ટનૉ સ્ટે ઉઠી ગયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમા ન જતા સરકાર સામે બનાસકાંઠાનાં પશુપાલકો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.ડીસા ખાતે બનાસકાંઠા જીલ્લાનાં ગૌશાળા અને પાંજરાપોળનાં સંચાલકો સહીત જીલ્લા નાં અગ્રણી એડવોકેટની બેઠક મળી હતી જેમાં સરકાર એ ચૂંટણીનૉ લાભ લેવા પશુઓનાં નિકાસ નહીં કરવાની ખાતરી આપી હવે નીકાશ કરવા જઇ રહી છે ત્યાંરે સરકાર જો ગૌ પ્રેમીઓ નાં હીતમા નિર્ણય લેવા તૈયાર હોય તો સુપ્રીમ કોર્ટ મા પણ જઇ સકે છે. પરતું સરકાર જ્યારે અબોલા પશુઓ નાં નિકાસ માટે છૂટ આપી છે જેનો અમારો વિરોધ છે સાથે કોર્ટ નાં નિયમ નું પાલન પણ સરકાર કરે તેવી માંગ પણ કરી છે. પશુઓ ને લઇ જવાં જે વાહન મા કોર્ટ યે છૂટ આપી છે તેનાથી પણ વધું પશુઓ વાહન મા ભરી લઇ જવાઈ રહ્યાં છે. સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી .ભરત કોઠારી સંચાલક,કાંટ પાંજરાપોળ અને કિશોર દવે જીવદયાપ્રેમી એ ઉચ્ચારી હતી.

ડીસા મા મળેલી આ બેઠક મા બનાસકાંઠા જીલ્લા મોટા ભાગ નાં ગૌશાળા અને પાંજરાપોળ નાં સંચાલકો હાજર રહ્યાં હતાં અને તમામ એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યાંરે કલેક્ટર ને આવેદનપત્ર આપી આગામી સમય મા આ આંદોલન ને ગાંધીનગર સુધી લઇ જવાની ચીમકી ઉચ્ચારી છે.

  બેઠક મા ભરતભાઈ કોઠારી,જાણીતા એડવોકેટ ગંગારામ પોપટ,ધર્મેન્દ્ર ભાઈ ફોફાણી, હિતેશભાઈ શાહ,અજયભાઈ પંડ્યા,કિશોરભાઈ દવે સહીત મોટી સંખ્યામાં ગૌશાળા નાં સંચાલકો અને પાંજરાપોળ નાં સંચાલકો તેમજ જીવદયા પ્રેમીઓ હાજર રહ્યાં હતાં.

(8:38 pm IST)