Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ગુજરાત ATSની ઝાંબાઝ મહિલા પીએસઆઇ ટીમે જુનાગઢનો કુખ્યાત આરોપી જોસબને ઝડપી લીધો

હત્યા સહિતના 15થી વધુ ગુન્હાનો આરોપી જોસબ અલારખાને એટીએસની ચાર વીરાંગનાઓએ બોટાદના જંગલમાંથી દબોચી લીધો

ગુજરાત એટીએસની ઝાંબાઝ મહિલા પીએસઆઇ ટીમે જુનાગઢનો કુખ્યાત આરોપી જોસબ અલારખાને બોટાદના જંગલમાંથી ઝડપી લીધો છે એટીએસની વીરાંગનાઓએ બોટાદના જંગલમાંથી ધરપકડ કરી છે. ગુજરાત ATSની મહિલા PSIની ટીમે કુખ્યાત આરોપી જોસબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોસબ અલારખા પર જૂનાગઢમાં હત્યા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ, જૂનાગઢ વિસ્તારના કુખ્યાત આરોપી જોસબ અલારખાને ગુજરાત ATS ની 4 વિરાંગનાઓએ દબોચી લીધો હતો, સામાન્ય રીતે પુરષ પોલીસ અધિકારીઓની પણ ઝડપે નહીં આવનાર આરોપી જોસબ અલારખાને એટીએસની 4 મહિલા અધિકારીએ દબોચી લીધો હતો.

છેલ્લા કેટલાક સમયથી માથાનો દુ:ખાવો બનેલ જોસબ 15 થી વધુ ગુનામાં સંકળાયેલો છે. તેને ઝડપી લેવા માટે ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને પગલે એટીએસના DIG હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી હતી. 

જેમાં ચાર મહિલા PSIનો પણ સમાવેશ કર્યો હતો. તેમાં પીએસઆઈ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિત્મિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલે ગઈ કાલે રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું અને અંતે કુખ્યાત જુસબને દબોચી લેવામાં આવ્યો હતો. આ મામલે ATS ના અધિકારી સાથે વીટીવીની વાતચીત થતાં તેમણે મહિલા અધિકારીઓને તમામ કામગીરીમાં સામેલ રાખવામાં આવતી હોવાની વાત કરી હતી.

(5:43 pm IST)