Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજપીપળામાં રાત્રી ગટર સફાઈ અભિયાન દરમિયાન ચોકઅપ નાળાની જેસીબીથી સફાઈ કરાઈ

પાલીકાના યુવા પૃમુખની સૂઝબૂઝથી રાત્રી ગટર સફાઈ અભિયાન શરૂ થતાં મુખ્ય માર્ગો ઉપર વહેતુ ગટરનું ગંદુ પાણી કે મચ્છરોના ત્રાસથી છુટકારો મળશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં પાલીકાનું સુકાન યુવા પ્રમુખે સંભાળ્યા બાદ અનેક અટવાયેલા કામો ચાલુ કરાયા છે જેમાં વર્ષોથી કેટલીક જામ ગટરોના કારણે ગંદકી ,મચ્છર અને વારંવાર મુખ્ય માર્ગો પર ગટર ગંગા વહેતી જોવા મળતી હતી જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ કંટાળી ચુક્યા હતા ત્યારે યુવા પ્રમુખે બાજી સંભાળતા જ રાત્રી ગટર સફાઈની કામગીરી શરૂ કરાવતા દિવસ દરમિયાન જે કામો બરાબર ન થઈ શકતા હોય જે રાત્રે કોઈ પણ પ્રકારની અડચણ વિના યોગ્ય થઈ થયા છે જેમાં રાત્રી ગટર સફાઈની સાથે સાથે વર્ષોથી ચોકઅપ કેટલાક નાળા ની જેસીબી દ્વારા યોગ્ય રીતે સફાઈ કરાઈ હતી.જેમાં વોર્ડ નં.5 માં આવતા કબ્રસ્તાન તરફના નાળામાં ટન બંધી કચરો જેસીબી દ્વારા બહાર કાઢી ફાયર ના બમ્બા દ્વારા પાણી નો ફુવારો મારી એકદમ સ્વચ્છ કરાતા સ્થાનિકો ને મોટી રાહત મળી હતી.જેમાં સ્થાનિક પાલીકા સદસ્ય પ્રગનેસભાઈ રામી ની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ હતી.આમ પાલિકામાં હાલમાં સત્તા પર બેઠેલી યુવા પાંખ દ્વારા અનેક જુના કામો હાથમાં લેવાયા છે અને ટૂંક સમયમાં બાકી કામો પણ પૂર્ણ થશે તેમ પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું છે.
 

(11:27 pm IST)