Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજપીપલા અને જિલ્લામાં પોલીસ વિભાગના અંદાજે ૮૦૦ જેવા જવાનોના રેપીડ ટેસ્ટ કરાયા

રાજપીપલા શહેરી વિસ્તારમાં જરૂર પડયે બે ખાનગી તબીબોએ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની દર્શાવેલ તૈયારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા અટકાયતી પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે સમગ્ર રાજપીપલા શહરે અને જિલ્લાના પોલીસ વિભાગના તમામ અધિકારીઓ / પોલીસ / હોમગાર્ડઝ, ગૃહરક્ષક દળના જવાનો વગેરેના રેપીડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગની ટુકડીઓએ શહેર જિલ્લામાં પોલીસ વિભાગની વિવિધ કચેરીઓ ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે આ કામગીરી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપેડેમીક મેડીકલ ઓફિસર આર.એસ. કશ્યપે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગના જવાનોની કોરોના ટેસ્ટીંગ કામગીરી અંતર્ગત આજે તા. ૬ ઠૃી એપ્રિલ ના રોજ અંદાજે ૭૦૦ થી ૮૦૦ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(11:26 pm IST)