Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટે.ના ગુનામાં નાસતી ફરતી મહિલાને રાજપીપળાથી ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ તથા પો.ઇન્સ.કે.ડી.જાટ એસ.ઓ.જી નર્મદા ના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા કામગીરી કરવા સુચના બાદ પીએસઆઈ એમ.બી.ચૌહાણ એસ.ઓ.જી.શાખા,નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીની ખાનગી બાતમીદાર થી બાતમી મેળવી નિલમબાગ પો.સ્ટે. જી.ભાવનગર ના ગુનામાં નાસતી ફરતી દેવલીબેન ઉર્ફ દેવિકાબેન જગદિશ ભાઇ અંટોલભાઇ વસાવા( ઉ.વ.૩૦ ) ( રહે. જુનાઘાટા તા.નાંદોદ)  ની છેલ્લા પાંચ છ મહિનાથી નાસતી ફરતી હતી તેને રાજપીપળા સંદિપ સ્ટડિયો પાસે ઝડપી પાડી નજર કેદ કરી આગળની કાર્યવાહી કરવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન જી.ભાવનગરને જાણ કરી આ ગુનામાં હાલ રાજપીપળા પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે .

(11:21 pm IST)